9624992754

શ્રી જે.પી . પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ

શ્રી જે.પી . પ્રાથમિક શાળા

શ્રી જે.પી . પ્રાથમિક શાળા કે જે ૧૯૫૫ ના રોજ સ્વતંત્ર ભારતના છઠ્ઠા પ્રજાસતાકદિન "૨૬મી જાન્યુઆરી " ના રોજ સ્થાપના થઈ તે નાના એવા સંકુલ માં પાંચ ઓરડાઓથી શરૂઆત થઈ જે નાનો એવો છોડ આજે મહાન વટવૃક્ષ બની અને કાર્યરત છે. જે શાળાના સંચાલક શ્રી ઓ શિક્ષકો દરેક વાલીગણ તથા વિદ્યાર્થીઓને કારણે શક્ય બન્યું છે. શાળા સ્થાપના ને આજે ૬૯ વર્ષોના વહાણા વાય રહ્યા છે. જે ખરેખર બિરદાવવાલાયક છે.

શાળામાં દરેક વર્ગો સી.સી.ટી.વી. કેમેરા થી સજજ છે. ઉમદા શિક્ષકો તથા લાગણી સભર સ્ટાફગણ ની ઉત્તમ કામગીરી તેમજ શાળાનું વાતાવરણ કે જે વિદ્યાર્થીઓના સર્વોગી વિકાસ માં મહત્વ નો ભાગ ભજવે છે. વર્ગો ની સંખ્યા એક એક વર્ગમાં ૪૦ વિદ્યાર્થીઓની સંખ્યા અને સ્માર્ટ ટી . વી. તથા વિદ્યાર્થી ને પ્રોજેકટર ના માધ્યમથી શિક્ષણ અપાઇ રહ્યું છે. દરેક વિભાગો માં કોમ્પ્યુટરલેબ, લેબોરેટરી, લાયબ્રેરી, સંગીતકલાસ વગેરેની વ્યવસ્થા છે. અને વ્યક્તિગત માર્ગ દર્શન થી વિદ્યાર્થીઓને સમજાવવા માં આવે છે. વર્ગખંડમાં ગણિત ના સાધનો થી અને વિજ્ઞાનોના સાધનો થી, સ્માર્ટ ટીવી દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. દરેક વિષય માં દરેક પાઠ પૂર્ણ થયા બાદ દરેક વિષય ની ટેસ્ટ કરાવવામાં આવે છે. અને ત્યારબાદ તેનું પુનરાવર્તન પણ કરાવવામાં આવે છે. અને વિદ્યાર્થી નોસર્વાંગી વિકાસ થાય તેના ભરપુર પ્રયત્નો કરવામાં આવે છે. અને એ પ્રયત્નો ના ફળ રૂપે ૯૯% પરિણામ મળતું જ રહે છે.

શ્રી કુસુમબેન.વી. સવનિયા

આચાર્ય શ્રી, શ્રી. જે. પી. પ્રાથમિક શાળા. વેરાવળ

શ્રી વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી જે.પી. પ્રાથમિક શાળાનો જન્મ સ્વતંત્ર ભારતના છઠ્ઠા " પ્રજાસતાક દિન " "૨૬ મી જાન્યુઆરીના ૧૯૫૫ ના રોજ વેરાવળ શહેરના જાગૃત પ્રગતિશીલ અને શિક્ષણ પ્રેમી વડીલોએ સેવેલ સ્વપ્નમૂર્ત સ્વરૂપ પામ્યું . વેરાવળ એજ્યુકેશન સોસાયટી ના નામથી બાલમંદિર તથા જમનાદાસ પ્રેમજી શાહ કે જે જે.પી . પ્રાથમિક શાળા ના શિક્ષણ ની શરૂઆત થઈ નાનકડા જમીન માં ભવનથી સંસ્થા નું પોતાનું મકાન બન્યું. અને આજે વટવૃક્ષ જેવું સંપૂર્ણ સંકુલ ૧૦ (દસ) બ્રાન્ચ મા ફેલાયેલું છે. તે વેરાવળ ની જનતા માટે ગૌરવ અને આનંદ ની વાત છે તે છેલ્લા ૬૯ વર્ષોથી એક જવાબદાર સમાજનું નિર્માણ કરી રહી છે.

હું આ સંસ્થા માં સને ૧૯૮૮ ની સતરમી સપ્ટેમ્બર થી હું મારી શિક્ષક તરીકે ની ફરજ બજાવું છું . અને સન ૨૦૧૩ ની દસ જૂનથી પ્રિન્સીપાલ ની બાગડોર સંભાળેલી છે. જે આ સંસ્થા ને આભારી છે.

શિક્ષક ને શિક્ષક હોવાનું ગૌરવ છે. કારણ કે તેનુ કાર્ય મંદિરના સર્જક એવા ઘડવૈયા જેવું છે. ૧૯૮૮ થી લઈ ૨૦૨૪ સુધી ના છત્રીસ વર્ષાના સમયમાં સંચાલક મંડળ સ્ટાફમિત્રો અને વાલીઓના સહકારથી ઘણી બાબતો શીખવા મળી. અને બહુવિધ ભૂમિકાઓમાં મારી ફરજો નિભાવી છે.

વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ અને અદ્દભુત પરિણામ પ્રાપ્ત કરવામાં સંચાલકો ની દીર્ધ દેષ્ટિ તેમજ સ્ટાફ ના સહકાર થી બધું જ શક્ય બન્યું છે. આ સંસ્થા ઉત્તરોતર પ્રગતિ ના શિખરો પાર કરે અને દેશવિદેશ માં પોતાના વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થાય અને તેમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી શ્રી સોમનાથ મહાદેવ ને અંતરની પ્રાર્થના સાથે ફરી એક વખત સર્વનો આભાર વ્યક્ત કરું છું .

આચાર્ય શ્રી કુસુમબેન.વી. સવનિયા, શ્રી. જે. પી. પ્રાથમિક શાળા. વેરાવળ