શ્રી જમનાદાસ પ્રેમજી શાહ વેરાવળ (હાલ મુંબઈ) સંસ્થાના આદ્યદાતાશ્રી
શ્રીમતી મણીબેન છગનલાલ કલ્યાણજી કોટક રે. પ્રભાસ પાટણ (હાલ મુંબઈ) તેઓશ્રીના દાનથી હાઈસ્કુલ વિભાગનો પ્રારંભ થયો. સંસ્થાને વખતોવખત તેમના તરફથી દાન પ્રાપ્ત થયા છે.
સંસ્થા દ્વારા સંચાલિત બાળવિભાગ તથા પ્રાર્થના મંદિરના દાતા એવી વેરાવળ પીપલ્સ કો.-ઓપ. બેંક લી. અને તેમનું બોર્ડ સદાય પથદર્શક દાતાની ભૂમિકામાં રહ્યા છે.
સને ૧૯૯૮ માં શરૂ થયેલી આ કોલેજમાં પૂજ્ય કાકુબાપા અને કંચનબેનનં નામ સંલગ્ન થયું. વિશાળ વટવૃક્ષ સમાજ આ કોલેજમાં ૭૦૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
સંસ્થાના આદ્યસ્થાપક એવા શ્રી. ડો. આર.જી.તન્ના સાહેબના ઉદાર દાનથી તેમના ધર્મપત્નિ સ્વ. કાંતાલક્ષ્મી બહેનનું નામ સંલગ્ન કરી ઉચ્ચતર માધ્યમિક (અંગ્રેજી માધ્યમ) નો પ્રારંભ કર્યો.
ગીર-સોમનાથ જીલ્લાની સર્વશ્રેષ્ઠ અને એકમાત્ર ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ કે જ્યાં M.B.A. M.C.A., I.M.B.A. I.M.C.A. ના વિદ્યાર્થીઓને સને ૨૦૧૧ થી શ્રેષ્ઠ શિક્ષણ પૂરુ પાડવામાં આવે છે.