9924472686

About Us

શ્રીમતી મણિબેન કોટક હાઇસ્કૂલ

સોમનાથદાદાનાં સાંનિધ્યમાં જ્ઞાનનીગંગોત્રી વહેવડાવતી સંસ્થા ધી વેરાવળ એજયુકેશન સોસાયટીની સ્થાપનાં ઇ.સ. ૧૯૫૫ માં કરવામાં આવી હતી. પાયાનાં શિક્ષણથી લઇને પગભર થવાની સંપૂર્ણ જવાબદારી પોતાનાં શિરે લઇને ચાલતા આ શૈક્ષણિક સંકુલમાં જ્ઞાનની ગંગોત્રીની અનેકવિધ ધારાઓમાંની એકધારા એટલે કે "શ્રીમતી મણિબેન કોટક હાઇસ્કૂલ" ની સ્થાપનાં ઇ.સ. ૧૯૭૧ માં બાળકોની ઉજજવળ કારકિર્દી સુદઢ અને સુરક્ષિતભાવી અને સર્વાંગી વિકાસ એક જ પટાંગણમાં થાય તેવા શુભ આશયથી કરવામાં આવી હતી.

આ શાળાની આગવી કાર્યપ્રણાલી અને શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાની આગવી શૈલીનાં કારણે વેરાવળ શહેરને જ્ઞાની, તેજસ્વી, ચિંતનશીલ અને વિરલ વ્યકિતઓની ભેટ મળી છે.

આ શાળાની શૈક્ષણિક સિધ્ધિઓને ધ્યાને લઇને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા "જુનાગઢ જિલ્લાની શ્રેષ્ઠશાળા" નો એવોર્ડ ઇ.સ. ૨૦૦૮-૦૯ માં અર્પણ કરવામાં આવ્યો હતો. તો ગિર સોમનાથ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ ઇ.સ. ૨૦૧૫ માં પ્રાપ્ત કરીને આ શાળાએ ઉતરોતર પ્રગતિ કરી છે.

વિધાર્થીઓની ઉતરોતર પ્રગતિ માટે સતત ચિંતનશીલ અતે દીર્ઘદ્રષ્ટા આદરણીય શ્રી ગિરીશભાઇ કારીયા તથા શ્રી નવલભાઇ ભાવસારનાં માર્ગદર્શન હેઠળ શાળાની અંદર અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની ચેતનાને જીવંત બનાવવા માટે કરુણાકલબ, પ્રકૃતિપ્રત્યેની સંવેદનાને જાગ્રત કરવા ઇકોકલબ, જ્ઞાનની અવનવી તરાહોને જાણવા માટે સ્ટાન્ડર્ડકલબ, શારીરિક વિકાસ માટે વિવિધ રમતોનું આયોજતત તો માનસિક સ્વાસ્થ્યની સલામતી માટે યોગાભ્યાસનું આયોજન, વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે સમયાંતરે મહાનુભાવોનાં વ્યાખ્યાનોનું આયોજન તો બહેનો માટે " નારી સશકિતકરણ માટેનાં અનેક વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને માટે સરકારશ્રીના "જ્ઞાનકુંજ પ્રોજેકટ" હેઠળ દરેક વર્ગખંડમાં અધતન સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા દ્વારા દ્રશ્ય-શ્રાવ્ય સાધનોની મદદથી શિક્ષણની વ્યવસ્થા, “બાયસેગ” ના માધ્યમથી વિવિધ કેળવણીકારોનું સતત માર્ગદર્શન તેમજ વાંચન અભિરૂચીને સંતોષવા માટે વિશાળ લાઈબ્રેરીની વ્યવસ્થા પણ છે. કોમ્પ્યુટર શિક્ષણ માટે વિશાળ કોમ્પ્યુટરલેબ અને રમતગમત વિશાળ મેદાનએ આ શાળાની પાયાની વિશેષતા છે. વિદ્યાર્થીઓની પ્રતિભાને અભિવ્યકત કરવાની જયાં સોનેરી તક ત્રાપ્ત થાય છે તેવો વિશાળ પ્રાર્થના ખંડએ શાળાનું ઘરેણું છેઃ વિદ્યાર્થીના સર્વાંગીવિકાસના ધ્યેયને વરેલી આ શાળાએ વેરાવળ શહેરનાં હાર્દ સમી છે.