શ્રીમતી મણિબેન કોટક હાઇસ્કૂલ, ધોરણ ૯ થી ૧૨ (કોમર્સ), ગુજરાતી માધ્યમ
સોમનાથદાદાનાં સાંનિધ્યમાં જ્ઞાનનીગંગોત્રી વહેવડાવતી સંસ્થા ધી વેરાવળ એજયુકેશન સોસાયટીની સ્થાપનાં ઇ.સ. ૧૯૫૫ માં કરવામાં આવી હતી. પાયાનાં શિક્ષણથી લઇને પગભર થવાની સંપૂર્ણ જવાબદારી પોતાનાં શિરે લઇને ચાલતા આ શૈક્ષણિક સંકુલમાં જ્ઞાનની ગંગોત્રીની અનેકવિધ ધારાઓમાંની એકધારા એટલે કે "શ્રીમતી મણિબેન કોટક હાઇસ્કૂલ" ની સ્થાપનાં ઇ.સ. ૧૯૭૧ માં બાળકોની ઉજજવળ કારકિર્દી સુદઢ અને સુરક્ષિતભાવી અને સર્વાંગી વિકાસ એક જ પટાંગણમાં થાય તેવા શુભ આશયથી કરવામાં આવી હતી.
આ શાળાની આગવી કાર્યપ્રણાલી અને શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાની આગવી શૈલીનાં કારણે વેરાવળ શહેરની જ્ઞાની, તેજસ્વી, ચિંતનશીલ અનને વિરલ વ્યકિતઓની ભેટ મળી છે.
આ શાળાની શૈક્ષણિક સિધ્ધિઓને ધ્યાને લઇને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા "જુનાગઢ જિલ્લાની શ્રેષ્ઠશાળા" નો એવોર્ડ ઇ.સ. ૨૦૦૮-૦૯ માં અર્પણ કરવામાં આવ્યો હતો. તો ગિર સોમનાથ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ ઇ.સ. ૨૦૧૫ માં પ્રાપ્ત કરીને આ શાળાએ ઉતરોતર પ્રગતિ કરી છે.
શિક્ષણએ જીવનનું અભિનન્ન અંગ છે. શાળામાં પ્રવેશતું દરેક બાળકએ સુષુપ્તશકિતનો ભંડાર છે તેની જિજ્ઞાસાને સંતોષીને તેની આવડતોને યોગ્ય દિશા આપવામાં આવે તો તે અસીમ સફળતાને પ્રાપ્ત કરી શકે છે તેવો મારો પોતાનો છેલ્લા બે દાયકાઓથી વધારે સમયનો જાત અનુભવ છે. કારણ કે આ શાળાનાં બાળકોએ રમત-ગમત , યોગા, નીબંધલેખન, વક્રતૃત્વ,કાવ્યલેખન, સાયન્સફેર, ઇકોકલબ, શ્રીમદ ભગવતગીતાનાં શ્લોકગાથા, સ્વામી વિવેકાનંદ વિષયની કિવઝ સ્પર્ધા, પ્રખરતા શોધ, કલા મહોત્સવ જેવી ઇતરપ્રવૃતિઓમાં જિલ્લા તથા રાજયકક્ષાએ સિધ્ધિઓ મેળવીને શાળાનું તથા વેરાવળ શહેરનું નામ રોશન કર્યુ છે.
આ શાળા વર્ષોથી બાળકોનાં સર્વાંગી વિકાસનાં ધ્યેયને વરેલી છે. બાળક સંવેદનશીલ બને ગૌરવ પ્રાપ્ત કરી શકે તવો જ્ઞાની બને અને દરેક પ્રકારની આવડત તેને હસ્તગત થાય તેવી શુભ ભાવનાની આ વિકાસયાત્રામાં વેરાવળ શહેરનાં જાગૃત નાગરિકોનો અમારા પરનો વિશ્વાસ તેમજ સાથ-સહકાર અમારા માટે પ્રેરણારૂપ બની કાયમને માટે ચિંતનશીલ બનીને બાળકોનાં ઉજજવળ ભવિષ્યની કામના સાથે કામ કરવા માટે પ્રેરકબળ સમાન બની રહયા છે.
દરેક બાળક એ આવતીકાલનો સુશિક્ષિત નાગરિક બને તે માટે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. બાળકનાં ભવિષ્યનું ચણતર અને દ્રઢ સંસ્કારોનાં ઘડતરની સાથે સાથે તમારા સ્વપ્તોને સાકર કરવા માટે અમે સદૈવ કટિબધ્ધ રહીશું.